'ચોકીદાર ચોર' મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટ દ્વારા નવા દસ્તાવેજોના આધારે રાફેલ ડીલ પર પુર્નવિચારની અરજી સ્વીકારી લેવાયા બાદ તે બાબતને 'ચોકીદાર ચોર હૈ' તરીકે રજુ કરવા બદલ રાહુલ ગાંધી મુશ્કેલીમાં મૂકાયા છે.

'ચોકીદાર ચોર' મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા નવા દસ્તાવેજોના આધારે રાફેલ ડીલ પર પુર્નવિચારની અરજી સ્વીકારી લેવાયા બાદ તે બાબતને 'ચોકીદાર ચોર હૈ' તરીકે રજુ કરવા બદલ રાહુલ ગાંધી મુશ્કેલીમાં મૂકાયા છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 22 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પેનલે કહ્યું કે કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે  કોઈ ટિપ્પણી કરી નથી. રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટના નિવેદનને ખોટી રીતે રજુ કરવાનો આરોપ છે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે રાહુલ ગાંધીએ આ કોર્ટનું નામ લઈને રાફેલ ડીલ અંગે મીડિયા અને જનતા સામે જે પણ કહ્યું તેને ખોટી રીતે રજુ કર્યું છે. અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે રાફેલ મામલે દસ્તાવેજોને સ્વીકારવા માટે તેની વેલિડિટી પર સુનાવણી કરવા દરમિયાન આ પ્રકારની ટિપ્પણીઓ કરવા માટેનો સમય હજુ આવ્યો નથી."

અત્રે જણાવવાનું કે 10મી એપ્રિલ બુધવારના રોજ સુપ્રીમ કોર્ટે સરકારની આપત્તિઓને ફગાવીને રાફેલ મામલે રિવ્યુ પીટિશન પર નવા દસ્તાવેજોના આધારે સુનાવણીનો નિર્ણય  લીધો હતો. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 3 સભ્યોની પેનલ દ્વારા એકમતથી અપાયેલા પોતાના નિર્ણયમાં કહેવાયું હતું કે, જે નવા દસ્તાવેજો ડોમીનમાં આવ્યાં છે, તેના આધારે આ મામલે રિવ્યુ પીટિશન પર સુનાવણી હાથ ધરાશે. ત્યારબાદ રાહુલ ગાંઘીએ મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ચોકીદાર ચોર છે. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં લીક થયેલા દસ્તાવેજોના આધારે રિવ્યુ પીટિશન પર સુનાવણીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ દસ્તાવેજ પ્રિવિલેજ્ડ (વિશેષાધિકારવાળા ગોપીનીય) દસ્તાવેજ છે. જેના કારણે રિવ્યુ પીટિશન ફગાવવી જોઈએ. 

જુઓ LIVE TV

રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટનો અનાદર) અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું કે, રાફેલ મામલે ગોપનીય દસ્તાવેજને પણ ચર્ચાનો ભાગ બનાવવાના સુપ્રીમ કોર્ટના આદેશની કોંગ્રેસ અધ્યક્ષે ખોટી રીતે રજુઆત કરી છે.  મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે 'ચોકીદાર ચોર હૈ'ના પોતાના નિવેદનને સુપ્રીમ કોર્ટના નિવેદનની જેમ રજુ કર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news